સરકાર આ વર્ષની મિલેટ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે રેશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખા સાથે અન્ય અનાજ પણ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે ગુજરાતમાં જુલાઈ થી રેશનકાર્ડ ધારકોને મિલેટ અનાજ એટલે કે જાડુ અનાજ મફતમાં વિતરણ કરાશે. જુલાઈ મહિનાથી જાહેર વિતરણ વિભાગ વ્યવસ્થા હેઠળ બાજરી મકાઈ જુવાર અને રાગી જેવું જાડું અનાજ મફતમાં રેશનકાર્ડ ધારકોને આપવામાં આવશે. આ વિતરણ લોકસભાની ચૂંટણી સુધી ચાલશે એક કિલો ચોખા ઓછા અપાશે અને સામે એક કિલો જાડું ધાન્ય આપવામાં આવશે.
જાણો મિલેટ એટલે શું
બાજરી જુવાર મકાઈ રાગી વગેરે જેવા જાડાં ધાન્યોને અંગ્રેજીમાં મિલેટ (millet) કહે છે. મિલેટ અનાજ નું મહત્વ લોકો સમજે તે માટે વિશ્વમાં આ વર્ષ મિલેટ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે. ભારતમાં પણ લોકો મિલેટનું મહત્વ સમજે તેના માટે મિલેટ વર્ષની ઉજવણી થઈ રહી છે.
5 કિલો ચોખા ઓછા આપી સામે 5 કિલો જાડું ધાન્ય અપાશે
રેશનકાર્ડ ધારકોને જુલાઈ માસથી ચોખાનો ક્વોટા ઘટાડી તેની સામે એટલું જ મિલેટ અનાજ એટલે કે જાડું ધાન્ય આપવામાં આવશે.
અત્યારે લગભગ 8 લાખ અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 15 કિલો ઘઉં સાથે 20 કિલો ચોખા અપાય છે, તેને બદલે જુલાઈ માસથી ઘઉંનો જથ્થો યથાવત રાખી 5 કિલો ચોખા ઓછા આપી સામે 5 કિલો જાડુ ધાન્ય ઉમેરી અપાશે. તેવી જ રીતે લગભગ ૬૩ લાખ અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડદીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા અપાય છે. તેને બદલે ઘઉંનો ક્વોટા યથાવત રાખી 1 કિલો ચોખા ઓછા અપાશે અને સામે એક કિલો જાડુ અનાજ અપાશે.
1 લાખ 5 હાજર મેટ્રિક ટન ચોખાની PDS હેઠળ કપાત
રાજ્યમાં દર મહિને 1 લાખ 5 હાજર મેટ્રિક ટન ચોખાની પીડીએસ હેઠળ ખપત છે તેમાં 33,000 મેટ્રિક ટનનો કાપ આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે જુલાઈથી ડિસેમ્બર સુધીનો જાડા ધાન્ય નો ક્વોટા ફાળવી રહી છે, જે વિતરણ બાદમાં લંબાશે. રાજ્ય સરકારના નાગરિક પુરવઠા વિભાગે જે તે વિસ્તારમાં ખોરાકમાં લેવાતા જાડા ધાન્યને ધ્યાને રાખીને તે જાડુ ધન્ય વિતરિત કરવામાં આયોજન કર્યું છે.
આમ 3,624 ટન બાજરી, 969.33 ટન જુવાર, 373.83 ટન રાગી અને 901.33 ટન મકાઈની માસિક જરૂરિયાત થશે એમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે.