ફિક્સ પેના કર્મચારીઓને દિવાળીની ભેટ, પગારમાં થયો વધારો, જુઓ કેટલો વધારો થયો

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Fix Pay Latest Update: ફિક્સ પેના હજારો કર્મચારીઓને ગુજરાત સરકારે દિવાળીની ભેટ આપી છે. ફિક્સ પે ના હજારો કર્મચારીઓને નવરાત્રી ફળી છે.

ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. આ પગાર વધારો 1 ઓક્ટોબરથી લાગુ પડશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વર્ગ ત્રણ અને ચારમાં શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે આ પગારમાં સરકાર દ્વારા ૩૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

ફિક્સ પે ના કર્મચારીઓને પગારમાં આશરે 30% વધારો

ગુજરાતના આશરે 65,000 થી વધુ ફિક્સ પેના કર્મચારીઓ માટે આવી ખુશ ખબર રાજ્ય સરકારે ફિક્સ પેમાં આશરે 30 ટકાનો વધારો કર્યો છે. ફિક્સ પેના કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણીઓ સંતોષાય છે.

સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે અનુસાર ફિક્સ પગાર મેળવનારા કર્મચારીઓના પગાર ધોરણમાં 30 ટકાનો વધારો આપતા કર્મચારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

કેટલો પગાર વધારો થયો

1 ઓક્ટોબરથી 30 ટકા ના વધારા નો લાભ કોને કોને મળશે? નીચેના કોષ્ટકમાં દર્શાવેલા કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે.

સંવર્ગપ્રવર્તમાન માસિક ફિક્સ પગાર30% વધારા સાથે ફિક્સ પગાર
વર્ગ-416224/-21100/-
કોન્સ્ટેબલ
જુ.ક્લાર્ક
સિ.ક્લાર્ક
વિદ્યા સહાયક
19950/-26000/-
હેડ ક્લાર્ક, કચેરી અધિક્ષક, ફિલ્ડ આસિસ્ટન્ટ31340/-40800/-
ના. મામલતદાર,
ના.સેક્શન અધિકારી,
PSI
38090/-49600/-

રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી સરકારની તિજોરી પર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણવધશે.

શું છે ફિક્સ પે નીતિ?

ગુજરાત રાજ્યમાં વર્ગ ત્રણ અને વર્ગ-૪ ના કર્મચારીઓને સરકારી નોકરીમાં શરૂઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે. આ ફિક્સ પે નીતી અંતર્ગત એક ચોક્કસ રકમ પગાર તરીકે ચૂકવવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈપણ લાભો કર્મચારીને મળવા પાત્ર રહેતા નથી.

હાલ ગુજરાત રાજ્યમાં લગભગ 65000 જેટલા ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓ છે. આ ફિક્સ પગાર મેળવતા કર્મચારીઓને સંતોષકારક પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ તેમને જે તે વિભાગમાં કાયમી પૂરા પગારમાં સમાવવામાં આવતા હોય છે.

પગાર વધારો ક્યારથી લાગુ પડશે?

સરકાર દ્વારા જાહેર કરેલ પગાર વધારો કર્મચારીઓને 1 ઓક્ટોબર 2023 થી લાગુ કરાશે. જેથી ઓક્ટોબર પેડ નવેમ્બરમાં આ પગાર વધારા સાથે પગાર ચૂકવવામાં આવશે.

Leave a Comment