Samras Hostel Admission 2024: કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2024-25 ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
નમસ્કાર મિત્રો સરકારી યોજના વેબસાઈટમાં તમારું સ્વાગત છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી સમરસ છાત્રાલયમાં એડમિશન માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આજના આ લેખમાં અમે તમને Samras Hostel Admission 2024 વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
Samras Hostel Admission | સમરસ છાત્રાલય પ્રવેશ 2024
વિદ્યાર્થીઓ પોતાના વતનથી દૂર રહી ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે સરકાર સમરસ હોસ્ટેલ ચલાવી રહી છે જેમાં મેરીટ ના આધારે પ્રવેશ આપવામાં આવે છે સમર્થ હોસ્ટેલમાં એડમિશન લેવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
યોજના નું નામ | Samras Hostel Admission |
યોજના ના લાભાર્થી | સ્નાતક, અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓ |
મળવા પાત્ર સહાય | રહેવા જમવાની ફ્રી સુવિધા |
છેલ્લી તારીખ | 20/06/2023 |
હેલ્પ લાઈન નંબર | 079 (232) 58326 |
સત્તાવાર વેબસાઇટ | https://samras.gujarat.gov.in/ |
સમરસ હોસ્ટેલમાં એડમિશન કેવી રીતે મળશે
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમય ગાળામાં સંબંધિતછાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોને ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
- જો તમે પહેલેથી રજીસ્ટર કરેલ હોય તો આઈડિયા અને પાસવર્ડ વડે લોગીન કરો
- જો પહેલીવાર અરજી કરતા હોય તો “Chhatralay Online Admission” ઓપ્શન પર ક્લિક કરો.
- માંગેલી તમામ માહિતી ભરી “Register” બટન પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ લોગીન કરો.
- તમારી સામે નિયમો આવી જશે તેની નીચે રહેલા I Agree બટન પર ક્લિક કરી સેવ એન્ડ નેટ પર ક્લિક કરવું.
- ત્યારબાદ તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક માહિતી, અન્ય માહિતી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવી.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નીચેના જિલ્લાઓ માટે હાલ એડમિશન શરૂ
- અમદાવાદ
- ભુજ
- વડોદરા
- સુરત
- રાજકોટ
- ભાવનગર
- જામનગર
- આણંદ
- હિંમતનગર
- પાટણ