SBIF Asha Scholarship 2023: ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. હવે વિદ્યાર્થી SBI Asha Scholarship માં વગર પરીક્ષાએ ₹10,000 ની શિષ્યવૃત્તિ મેળવી શકશે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને એસબીઆઇ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી એસબીઆઇ આશા શિષ્યવૃત્તીની સંપૂર્ણ માહિતી આપીશું. કેવી રીતે અરજી કરવી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે, પાત્રતા વગેરે તમામ માહિતી નીચે આપવામાં આવેલ છે.
SBIF Asha Scholarship Apply Online 2023
શાળાના વિદ્યાર્થીઓ માટે SBIF Asha Scholarship 2023 એ SBI Foundation દ્વારા તેના એજ્યુકેશન વર્ટિકલ – ઇન્ટિગ્રેટેડ લર્નિંગ મિશન (ILM) હેઠળ એક પહેલ છે. આ શિષ્યવૃત્તિ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતભરના ઓછી આવક ધરાવતા પરિવારોના હોશિયાર વિદ્યાર્થીઓને તેમના શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે.
આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ, ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક વર્ષ માટે રૂપિયા 10,000 ની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાની તક મેળવી શકે છે.
SBI Asha Scholarship Overview
યોજનાનું નામ | SBIF Asha Scholarship |
વિભાગ | SBI Foundation |
શિષ્યવૃતિની રકમ | રૂપિયા 10,000/- |
લાભાર્થી | ધો. 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.sbifoundation.in/ |
SBI Asha Scholarship ના લાભો
એસબીઆઈ આશા શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થાય અને સિલેક્શન થાય તેમને એક વર્ષ માટે રૂપિયા 10,000 ની શિષ્યવૃત્તિ તેના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ માટે કોઈ પરીક્ષા લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓની પસંદગી મેરીટના આધારે કરવામાં આવે છે.
પાત્રતા
- ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાત્ર છે.
- અરજદારોએ અગાઉના શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 75% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
- અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક તમામ સ્ત્રોતોમાંથી રૂપિયા 3,00,000 થી વધુ ન હોવી જોઈએ.
જરૂરી ડોક્યુમેન્ટ
- પાછલા શૈક્ષણિક વર્ષની માર્કશીટ
- સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ પુરાવો (આધાર કાર્ડ)
- વર્તમાન વર્ષનો પ્રવેશ પુરાવો (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા ઓળખ કાર્ડ/બોનાફાઇડ પ્રમાણપત્ર)
- અરજદાર (અથવા માતા-પિતા)ની બેંક ખાતાની વિગતો
- આવકનો પુરાવો (ફોર્મ 16A/સરકારી અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર/સેલરી સ્લિપ વગેરે)
- અરજદારનો ફોટોગ્રાફ
અરજી કેવી રીતે કરવી?
- નીચે આપેલ ઓનલાઇન અરજીની લિંક પર ક્લિક કરો
- હવે Apply Now બટન પર ક્લિક કરો.
- તમારા ઈમેલ/મોબાઈલ નંબર/જીમેલ એકાઉન્ટ વડે Buddy4Study પર રજીસ્ટ્રેશન કરો.
- તમને હવે ‘SBI Asha Scholarship Program For School Students 2023’ એપ્લિકેશન ફોર્મ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
- એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે ‘Start Application‘ બટન પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
- સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
- ‘નિયમો અને શરતો’ સ્વીકારો અને ‘Preview’ પર ક્લિક કરો.
- જો અરજદારે ભરેલી બધી વિગતો Preview સ્ક્રીન પર યોગ્ય રીતે દેખાતી હોય, તો અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘Submit‘ બટન પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓનલાઇન અરજી લિંક | અહીં ક્લિક કરો |
હોમપેજ | Sarkari Yojana |