SPIPA Entrance Exam 2023: યુ પી એસ સી દ્વારા લેવાતી સિવિલ સર્વિસિસ પરીક્ષા માટે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન દ્વારા ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. SPIPA દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા જેવી કે IAS, IPS, IFS વગેરે તેમજ ગ્રુપ “A” (class-1) ની કેન્દ્રીય સેવાઓ માટે ની પરીક્ષા ની તૈયારી કરાવવામાં આવે છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે જેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે.
SPIPA UPSC તાલીમ પ્રવેશ પરીક્ષા 2023
સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024 તેમજ બીજી ગ્રુપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ 2023-24 ની પ્રવેશ પરીક્ષા 2023 માટે SPIPA દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે ઉમેદવારે Ojas વેબસાઇટ પર તારીખ 27/3/2023 થી તારીખ 30/4/2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સંસ્થા નું નામ | SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન) |
તાલિમ નામ | UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પ્રશિક્ષણવર્ગ |
અરજી શરૂ થયાની તારીખ | 27/03/2023 |
છેલ્લી તારીખ | 30/04/2023 |
પસંદગી પ્રક્રિયા | પ્રવેશ પરીક્ષા મેરીટ આધારિત |
ઓફિસિયલ વેબસાઈટ | https://spipa.gujarat.gov.in |
SPIPA પ્રવેશ પરીક્ષા 2023 શૈક્ષણિક લાયકાત
- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત યુનિવર્સિટી માંથી સ્નાતક થયેલા હોવા જોઈએ.
- જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે.
વય મર્યાદા (01/08/2024 ની સ્થિતિએ)
- ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી
- બિન અનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વહી મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે નહીં.
- સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોને ઉપલી વાય મર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે.
- વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.
SPIPA પ્રવેશ પરીક્ષા ફી
સામાન્ય વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹300 અને અન્ય તમામ શ્રેણીઓ માટે ₹100 રહેશે.
SPIPA પ્રવેશ પરીક્ષામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે રસ ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાનું રહેશે. તેમજ પરીક્ષાની ફી ઓનલાઈન ભરવાની રહેશે. અન્ય કોઈ પણ પ્રકારે ફી સ્વીકારવામાં આવશે નહીં.
મહત્વપૂર્ણ લિંક્સ
SPIPA પોર્ટલ | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન એપ્લાય કરો | અહીં ક્લિક કરો |