Tar Fencing Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ચલાવવામાં આવે છે. રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી ખેડૂતોના પાકના રક્ષણ માટે સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના શરુ કરી છે.
તાર ફેન્સી યોજનામાં ખેડૂતોના ખેતર ફરતે તારની કાંટાળી વાડ કરવા માટે મીટર દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી? કેટલી સહાય મળશે? તમામ વિગતો નીચે આપવામાં આવી છે.
તાર ફેન્સીંગ યોજના | Tar Fencing Yojana Gujarat
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરના ફરકે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના ચાલુ હતી. જેમાં ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હેક્ટર માટે મીટર દીઠ 200 અથવા થનાર ખર્ચના 50 ટકા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય ચૂકવવામાં આવતી હતી.
પરંતુ રાજ્યના ખેડૂતોમાં 68% જેટલા નાના અને સીમાંત ખેડૂતો હોવાથી વધુમાં વધુ આ યોજના નો લાભ લઈ શકે તે માટે હવેથી ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે પાક રક્ષણ હેતુ ખેતર ફરતે તાર ફેન્સીંગ બનાવવાની યોજના અંતર્ગત નાણાકીય સહાય આપવા ની યોજના શરૂ કરવામાં આવી છે.
યોજનાનું નામ | તાર ફેન્સીંગ યોજના |
વિભાગ | કૃષિ વિભાગ |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
અરજીની રીત | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ |
તાર ફેન્સીંગ યોજના મહત્વની બાબતો
- આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જૂથમાં તેમની જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછા બે હેક્ટરનો વિસ્તાર માન્ય રહેશે.
- દરેક ક્લસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે.
- જમીનના ક્લસ્ટર અનુસાર લાભાર્થીઓન જૂથની અરજીઓ અંગે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બે માંથી ઓછું હોય તે મુજબ સહાય મંજુર કરવાની રહેશે.
- આ યોજના હેઠળ ખેડૂત/ ખેડૂતોએ જૂથમાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંક પ્રમાણે અરજીઓ વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે.
Tar Fencing Yojana ikhedut portal અરજી કઈ રીતે કરવી
તાર ફેન્સીંગ યોજના માટે ખેડૂતોએ ગુજરાત સરકાર દ્વારા બનાવેલ આઇ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં નીચે પ્રમાણેના સ્ટેપ અનુસરવા.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- હોમપેજ પર રહેલા યોજના મેનુ પર ક્લિક કરો.
- ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરો.
- તમારી સામે વિવિધ યોજનાઓ નું લિસ્ટ આવી જશે તેમાંથી તાર ફેન્સીંગ યોજના પર ક્લિક કરો.
- તમારી સામે વિગતો આવી જશે તેની સામે રહેલ અરજી કરો બટન પર ક્લિક કરી તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
અરજી કરવા મહત્વપૂર્ણ લિંક્સ
Tar Fencing Yojana અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |