ટ્યુશન ફી સહાય યોજના 2023: નમસ્કાર સરકારી યોજના માં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ લગતી અનેક યોજનાઓ શરુ કરવામાં આવેલ છે. આ યોજનાઓ નો વિદ્યાર્થી લાભ મેળવે તે માટે યોજનાથી માહિતગાર થવું જરૂરી છે. આજના આ લેખ ની અંદર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્યુશન ફી સહાય વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
શું તમે Tuition Assistance Scheme વિશે જાણો છો? શું તમે How to apply Tuition Assistance Scheme વિષે જાણવા માંગો છો? આ તમામ અંગેની જાણકારી તમે અહીંથી મેળવી શકશો અને ત્યારબાદ યોજના માં ઓનલાઈન એપ્લાય પણ સરળતાથી કરી શકશો. જો તમને આ માહિતી સારી લાગે તો તમે અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી સરકારી યોજના અંગેની તમામ વિગતો સમયસર મળતી રહે.
ટ્યુશન ફી સહાય યોજના ગુજરા 2023 | Tuition Assistance Scheme
આજકાલ ટ્યુશન એ આપણી શિક્ષણ પ્રણાલીનો ખૂબ જ આવશ્યક ભાગ બની ગયો છે. અને કોચિંગ ફી ખૂબ ઊંચી છે. નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો કોચિંગ સેન્ટરો દ્વારા લેવામાં આવતી રકમ પરવડી શકતા નથી. ટ્યુશન સહાય યોજના હેઠળ GUEEDC બિન અનામત વર્ગના ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય તરીકે સરકાર વાર્ષિક રૂ. 15000/- આપે છે.
જે વિદ્યાર્થી ધોરણ 10 માં 70% કે તેથી વધુ ગુણ સાથે પાસ થાય છે અને ધોરણ 11 12 સાયન્સ વિભાગ માં એડમિશન લે છે તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર છે.
આ પણ વાંચો: તમારા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો whatsapp પર @MyGov Helpdesk
ટ્યુશન સહાય યોજના માટેની પાત્રતા
- ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
- બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
ટ્યુશન સહાય યોજના જરૂરી ડોક્યુમેન્ટ
- આવકનું પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો
- આધાર કાર્ડની નકલ
- બોનોફાઇડ સર્ટી
- એડમિશન લેટર
- ધોરણ 10 માર્કશીટ નકલ
- ટ્યુશન ક્લાસ ફી ની વિગત
- બેંક પાસબુકની નકલ
ટ્યુશન ફી સહાય યોજના ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://gueedc.gujarat.gov.in/ પર જાઓ.
- વેબસાઈટના હોમપેજ પર મેનુબાર માં સ્કીમ ઓપ્શન મા જઈ કોચિંગ હેલ્પ સ્કીમ પર ક્લિક કરો.
- ત્યારબાદ નીચે રહેલા Apply Now ઉપર ક્લિક કરો.
- તમારી સામે લોગીન પેજ ખુલશે તેમાં New User Registration પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરી Submit બટન પર ક્લિક કરો.
- હવે યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગીન કરો.
- તમારી સામે ટ્યુશન સહાય યોજના ફોર્મ ખુલી જશે જે કાળજીપૂર્વક ભરવું.
- ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- સંપૂર્ણ વિગતો સેવ કર્યા પછી Conform Application પર ક્લિક કરવું.
અરજી કન્ફર્મ કર્યા પછી તમને અરજી કન્ફર્મ નો નંબર મળશે જે સુરક્ષિત નોંધી લેવો. ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી તેની સાથે જરૂરી તમામ દસ્તાવેજો જોડી તમે જે પણ જિલ્લામાં રહેતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિ.જા.)/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને કુરિયર/પોસ્ટ/રૂબરૂ મોકલવાના રહેશે.
Helpline Number
અન્ય કોઈપણ જાણકારી માટે તમે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
- 079-23258688
- 079-23258684
તો મિત્રો તમને ટ્યુશન ફી સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો તમે અન્ય કોઈ જાણકારી મેળવવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવો જરૂર આપો. અને તમારા મિત્રો ને માહિતી શેર કરવાનું ભૂલશો નહીં.