PM Vishwakarma Yojana 2023: વિશ્વકર્મા યોજના મળશે આટલા કારીગરોને લાભ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM Viswakarma Yojana Apply Online: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ પર ભાષણ આપતી વખતે વિશ્વકર્મા યોજના લાગુ કરવાની ઘોષણા કરી હતી પીએમ મોદીએ કહ્યું હતું કે સરકાર 13000 થી 15000 કરોડના ખર્ચે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.

નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજે અમે તમને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વકર્મા યોજના વિશે જણાવીશું. આ યોજનાનો લાભ કોને મળશે? કયા કયા લાભો થશે? વગેરે તમામ માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

PM Vishwakarma Yojana શું છે?

આ એક કલ્યાણકારી યોજના છે, જે પરંપરાગત રીતે કૌશલ્ય કાર્ય સાથે સંકળાયેલા સમુદાયના લોકોને તેમના કૌશલ્ય વિકાસ માટે મદદ કરવામાં આવશે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, અન્ય ઘણા કારીગરો જેમ કે સોનાર, લુહાર, વણકર વગેરેને તકનીકી વિકાસ અને અદ્યતન પદ્ધતિઓ શીખવવામાં અને પરંપરાગત કારીગરી જીવંત રાખવા માટે મદદ કરવામાં આવશે. આ માટે તેમને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે.

Vishwakarma Scheme Overview

યોજનાનું નામવિશ્વકર્મા યોજના
કોના દ્વારાકેન્દ્ર સરકાર
એપ્લિકેશન મોડઓનલાઇન
ઉદ્દેશ્યઓછા વ્યાજ દરે લોન સહાય આપવી
ઓફિસિયલ વેબસાઈટhttps://pmvishwakarma.gov.in/

પીએમ વિશ્વકર્મા યોજના નો ઉદ્દેશ્ય

પીએમ વિશ્વકર્મા યોજનાનો ઉદ્દેશ્ય કારીગરોના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા, સ્કેલ અને સુલભતામાં સુધારો કરવાનો છે. આ યોજના દ્વારા વણકર, સોની, લુહાર, સુથાર, ધોબી જેવા કામદારોનું આર્થિક સશક્તિકરણ થશે.

પ્રથમ વારમાં 18 પરંપરાગત વેપારોને આવરી લેવાશે

  • સુથાર
  • હોડી બનાવનાર
  • લુહાર
  • કુંભાર
  • દરજી
  • વાળંદ
  • ધોબી
  • હેમર અને ટૂલ કીટ નિર્માતા
  • પથ્થર તોડનાર
  • મોચી
  • બાસ્કેટ, સાદડી, સાવરણી બનાવનાર
  • ઢીંગલી અને રમકડા બનાવનાર
  • માળા બનાવનાર
  • માછલીની જાળ બનાવનાર

મહત્વપૂર્ણ બાબતો

કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ સાથે માન્યતા આપવામાં આવશે.

5%ના સત્રીય વ્યાજ દર સાથે રૂ.1 લાખ (પહેલો તબક્કો) અને રૂ.2 લાખ (બીજો તબક્કો) સુધીનો ક્રેડિટ સપોર્ટ

કૌશલ્ય અપગ્રેડેશન, ટૂલકિટ પ્રોત્સાહન અને ડિજિટલ વ્યવહારો અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહન પૂરું પાડશે

વિશ્વકર્મા યોજના ક્યારે શરૂ થશે?

જે પરંપરાગત કૌશલ્ય ના કારીગરો છે. જે હાથ કારીગીરી વડે કામ કરે છે તેવા કારીગરો માટે આવનારના મહિનામાં વિશ્વકર્મા જયંતીના દિવસે વિશ્વકર્મા યોજના લોન્ચ કરવામાં આવશે તેમ પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યું હતું.

Leave a Comment