વ્હાલી દીકરી યોજના 2023 | Vahli Dikari Yojana Gujarat

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Vahli Dikari Yojana Gujarat 2023: નમસ્કાર મિત્રો શું તમે વ્હાલી દીકરી યોજના વિશે જાણો છો જેના અંતર્ગત 1,10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે વ્હાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગતા હોય તો આ વિષેની સંપૂર્ણ જાણકારી અહીં આપી છે.

જો તમે પણ જાણવા ઈચ્છો છો કે વ્હાલી દિકરી યોજના માં અરજી કઈ રીતે કરવી? વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાંથી મેળવવું? કોણ કોણ આ યોજનાનો લાભ લઇ શકે છે? તે વિશેની માહિતી નીચે આપવામાં આવી છે.

Vahli Dikari Yojana 2023 | વ્હાલી દીકરી યોજના શું છે?

દીકરીઓના જન્મ દરમાં વધારો થાય અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા 2 august 2019 ના રોજ વાલી દિકરી યોજના ની શરૂઆત કરવામાં આવી. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું એ આ યોજનાનો ઉદેશ છે.

વહાલી દીકરી યોજનામાં દીકરીના માતા-પિતા ને ત્રણ હપ્તા માં કુલ 1 લાખ 10 હજારની આર્થિક સહાય કરવામાં આવે છે, જે નીચે મુજબ છે.

તબક્કાઓમળતી રકમ
ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે4000/-
ધોરણ 9 માં પ્રવેશ મેળવે ત્યારે6000/-
18 વર્ષની ઉંમરે લગ્ન અથવા ઉચ્ચ શિક્ષણ માટે1,00,000/-

સમાજમાં કન્યાઓની પ્રતિષ્ઠા વધુ વધે તે માટે રાજ્ય સરકારે તેના 2019-20ના બજેટમાં 133 કરોડ રૂપિયાનું અલગ બજેટ ફાળવ્યું છે, તેથી સરકારે આ ગુજરાત વહાલી દિકરી યોજના યોજનાને ચારે બાજુથી આગળ વધારી છે. જેથી રાજ્યની તમામ યુવતીઓ આ યોજનાનો લાભ મેળવી શકે.

Vahli Dikri Yojana Details

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
ઉદ્દેશદીકરીઓના જન્મ દરમાં વધારો થાય, કન્યા કેળવણીને પ્રોત્સાહન
લાભાર્થીતા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ
સહાયની રકમ1,10,000 (એક લાખ દસ હજાર) ની સહાય
અધિકૃત વેબસાઈટwcd.gujarat.gov.in
અરજી પ્રક્રિયાનજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO(સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી)ની કચેરીએ જમા કરાવવું
અરજી કરવાની સમય મર્યાદાદીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં

Vahli Dikari Yojana ઉદ્દેશ્ય

  • દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
  • દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
  • દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
  • બાળલગ્ન અટકાવવા.

વ્હાલી દીકરી યોજનાની પાત્રતા | Eligibility Criteria for Vahli Dikari Yojana 2023

  • તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • એક દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
  • પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
  • પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
  • દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.

વ્હાલી દીકરી યોજનામાં આવક મર્યાદા

વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતીની (પતિ-પત્નીની સંયુક્ત) આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

આવક મર્યાદા ની પાત્રતા લાભાર્થીના જન્મના તરતઆગળના ૩૧મી માર્ચ ના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્મણ લેવી.

Required Document | વ્હાલી દીકરી યોજના અરજી સાથે રજુ કરવાના આધાર પુરાવા

  • દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • માતાના જન્મનું પ્રમાણપત્ર
  • માતાપિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી / ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
  • કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર આ બીજું સંતાન હોય ત્યારે)
  • નિયત નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતીનું સોગંદનામું

Important Link For Vahli Dikari Yojana

Vahli Dikari Yojana Pdf FormDownload
Official Websitewcd.gujarat.gov.in

આ પણ વાંચો: Manav Garima Yojana 2022

વ્હાલી દીકરી યોજના માટે અરજી કઈ રીતે કરવી?

વ્હાલી દીકરી યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત / સીડીપીઓ (ICDS) કચેરી / જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીથી વિના મુલ્યે મળશે. અરજી ફોર્મ આખું ભરીને આધાર પુરાવા રજૂ કરીને ICDS વિભાગમાં જમા કરાવી શકો છો.

તા-02/08/2019 બાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહીત અરજી કરવાની રહેશે.

ખાસ નોંધ: ૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના કિસ્સામાં “વ્હાલી દિકરી યોજના” અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર રહેશે નહીં.

Vahali Dikari Yojana FAQs

વ્હાલી દીકરી યોજના શું છે?

ગુજરાત સરકારની આ “વહાલી દીકરી યોજના” હેઠળ, પરિવારની પ્રથમ અને બીજી દીકરીઓને રૂપિયા 1 લાખ 10 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાંથી મેળવવું?

વ્હાલી દીકરી યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર / ગ્રામ પંચાયત / સીડીપીઓ (ICDS) કચેરી / જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીથી વિના મુલ્યે મળશે.

વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

વહાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતીની (પતિ-પત્નીની સંયુક્ત) આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

Leave a Comment